Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૭માં મુસ્લિમ સમાજમાં ઉપયોગી ટ્રિપલ તલાક પ્રથાને રદ કરી હતી, જ્યારે સજા માટે કેન્દ્ર સરકાર કાયદો લાવી હતી છતા પણ દેશમાં ટ્રિપલ તલાકનો ઉપયોગ થયાના મામલા સામે આવતા હોય છે. એવામાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક મુદ્દે અરજીઓની સુનાવણી દરમિયાન દેશભરમાં કેટલી એફઆઇઆર દાખલ થઇ તેમજ ચાર્જશીટ ફાઇલ કરાઇ તેના ડેટા કેન્દ્ર પાસેથી માગ્યા છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો હતો કે ટ્રિપલ તલાક રદ કરી દેવાયા છે, એવામાં લગ્નનો ભંગ તો થતો નથી તો પછી ટ્રિપલ તલાકનો ઉપયોગ કરનારાઓને સજા કેમ? 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ