ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનરજીને પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે શ્રમિકોને ટ્રેનો દ્વારા પોતાના વતન પહોંચાડવાના મામલે કેન્દ્રને રાજ્ય સરકારનો સહયોગ નથી મળી રહ્યો.
કેન્દ્ર સરકારે વિશેષ ટ્રેનો મારફતે વિવિધ રાજ્યોમાંથી પરપ્રાંતિય મજૂરોને તેમના વતન જવાની વ્યવસ્થા શરૂ કરી છે. પશ્ચિમ બંગાળમાં રહેલા શ્રમિકો પણ પોતાના વતન જવા ઈચ્છે છે પરંતુ રાજ્ય સરકારે ટ્રેનને મંજૂરી આપી નથી. અમિત શાહે આક્ષેપ કરતા કહ્યું કે મમતા સરકાર મજૂરો સાથે અન્યાય કરી રહી છે. આવું કરવાથી તેમના માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. બીજીતરફ ટીએમસી નેતા અભિક બેનરજીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે, ગૃહમંત્રી પોતાના આક્ષેપોને પુરવાર કરે અથવા માફી માંગે.
અભિક બેનરજીએ શનિવારે જણાવ્યું કે, પ્રવાસી મજૂરો માટે ટ્રેનોને લઈને ગૃહમંત્રી જૂઠાણું ફેલાવી રહ્યા છે. મમતાના ભત્રીજા અને ટીએમસીના નેતાએ પ્રહાર કરતા કહ્યું કે દેશના ગૃહમંત્રી પોતાની કામગીરીમાં નિષ્ફળ ગયા છે અને હવે અનેક દિવસોના મૌન બાદ તેઓ જૂઠા આક્ષેપો કરી રહ્યા છે. વાસ્તવમાં તેઓ એવા લોકોની વાત કરી રહ્યા છે જેમને કેન્દ્ર દ્વારા જ તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા હતા.