ગુજરાત વિધાનસભા માં રજૂ થયેલા કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજરબિલ પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી છે. જેથી હવે ગુજરાતમાં કલમ 144નું ઉલ્લંઘન કરી વિરોધ પ્રદર્શન કે દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. ઉલ્લેખનીય છે કે આ બિલ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021માં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ બિલને રાષ્ટ્રપિતની મંજૂરીની મહોર મળતા પોલીસ પ્રદર્શનકર્તા અને ધરણા પ્રદર્શન કરનાર વિરૂધ્ધ આઈપીસીની કલમ 188 હેઠલ પોલીસ કાર્યવાહી હાથ ધરી શકાય છે.