હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પાન ઈન્ડિયા ફિલ્મ પુષ્પા-૨ના સ્ક્રિનિંગ સમયે થયેલી નાસભાગમાં મહિલાના મોતનો વિવાદ વકર્યો છે. ઉસ્માનિયા યુનિવર્સિટીના સભ્યોએ રવિવારે સાંજે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનના જુબિલિ હિલ્સ સ્થિત ઘર બહાર દેખાવો કરતાં ભારે તોડફોડ કરી હતી, જેને પગલે ૮ લોકોની ધરપકડ કરાઈ છે. બીજીબાજુ તેલંગણા પોલીસે સંધ્યા થિયેટરના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા. આ સીસીટીવી ફૂટેજ વચગાળાના જામીન પર છૂટેલા અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધારે તેવી આશંકા છે.