ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સામે લાંબા સમય સુધી દિલ્હીના શાહીન બાગમાં આક્રમક દેખાવ કરનારા મુખ્ય કાર્યકર્તા સહિત 50થી પણ વધુ દેખાવકારો ભાજપમાં જોડાઈ ગયા છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ભાજપ દ્વારા આ બાબતે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં એવો ઉલ્લેખ છે કે મુસ્લિમ ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાજપમાં જોડાઇ રહ્યા છે અને અમે એમને આવકાર આપ્યો છે. શાહીન બાગમાં કેન્દ્ર સરકારના સીટીઝન શીપ એમેન્ડમેન્ટ એકટના પગલા સામે ભારે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરનારા દેખાવકારો ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે ત્યારે એમની પાછળ અન્ય કેટલાક કાર્યકરો પણ જોડાય તેવી શકયતા છે.
દિલ્હી ભાજપના પ્રમુખની હાજરીમાં એક સમારોહ યોજાયો હતો જેમાં આ તમામ કાર્યકરોને આવકારવામાં આવ્યા હતા અને એમને કેસરી ખેસ પહેરાવી દેવામાં આવ્યો હતો. મુખ્ય એકિટવિસ્ટ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ભાજપ લઘુમતિનો દુશ્મન નથી. આ એક પ્રકારની ખોટી ગેરસમજ લઘુમતી સમુદાયમાં ફેલાવી દેવામાં આવી છે પરંતુ તેમાં સચ્ચાઈ નથી.