પાકિસ્તાન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્ણયમાં ભારતને દુનિયાભરના દેશોનું સમર્થન મળી રહ્યું છે. ફ્રાન્સ અને ઈટાલીની સાથે બ્રિટને પણ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી છે. તેમજ પહેલગામ આતંકવાદી હુમલાને બર્બર અને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. ભારતે પાકિસ્તાનને પાણી પુરવઠો બંધ કરી દીધો છે. વિઝા રદ કરવામાં આવ્યા છે અને પાકિસ્તાનીઓને ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. અટારી સરહદ બંધ કરીને, પાકિસ્તાન સાથેના તમામ વ્યવસાયો બંધ કરી દેવામાં આવ્યા છે.