પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેલા પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. તેમને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સિદ્ધુ વિરૂદ્ધ પંજાબની વિધાનસભામાં ભારે નારેબાજી થઈ હતી. શિરોમણી અકાલી દળના નેતાઓએ સિદ્ધુના નિવેદન પર તેમનું સ્પષ્ટિકરણ માંગ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન ગરમા-ગરમી એ હદે વધી ગઈ કે ધારાસભ્યો રીતસરના એકબીજાની સામસામે આવી ગયા હતા.