ધોરાજીમાં વાલ્મીકી સમાજ સફાઈ કામદારો દ્વારા નગરપાલિકા તથા રાજ્ય સરકાર સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ તમામ સફાઈ કર્મચારીઓને કાયમી કરવા બાબતે પરિપત્ર મોકલાયો હતો. જેમાં જે કામદારો રોજમદાર તરીકે ફરજ બજાવતા હોય તેમને છુટ્ટા કરવા, રજીસ્ટર પર તેમને કામ પર ન લેવા, કોન્ટ્રાક્ટપ્રથા વગેરે પ્રશ્નોને લઈને આંદોલન શરૂ કર્યું હતું.