વડોદરામાં નવી બનેલી કોર્ટમાં પ્રથમ દિવસે જ વકીલોએ ટેબલ મુકવાની અપૂરતી વ્યવસ્થાને પગલે હોબાળો મચાવી ડિસ્ટ્રિક્ટ જજની ઓફિસમાં તોડફોડ કરી હતી. પોલીસે વકીલો પર લાઠીચાર્જ કર્યો હતો જેના વિરોધમાં વકીલોએ કોર્ટની સામે જ રસ્તા પર ચક્કાજામ કરી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા હતા. ગત શનિવારે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું. સોમવારે નવી કોર્ટનો પ્રથમ દિવસ હતો.