ઉન્નાવ બળાત્કાર પીડિતા માટે ન્યાયની માંગણી કરી રહેલા લોકોએ શનિવારે રાજઘાટથી ઇન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ યોજી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસે પ્રદર્શન કરનાર લોકોને રોકવાની કોશિશ કરી, તો લોકોનો ગુસ્સો વધી ગયો. પ્રદર્શન કરનાર લોકોએ આગળ વધતા પોલીસના બેરિકેડ તોડી નાંખ્યા. જેથી પોલીસે તેમને રોકવા માટે વોટર કેનનો ઉપયોગ કર્યો હતો. પોલીસ અને પ્રદર્શન કરનાર લોકો વચ્ચેના ઘર્ષણ દરમિયાન ઘણી યુવતીઓ બેભાન થઇ ગઇ છે. વિરોધ પ્રદર્શન કરી રહેલી કેટલીક યુવતીઓ અને મહિલાઓને ઇજા પણ પહોંચી છે.