ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વકફ બિલનો વિરોધ થઇ રહ્યો છે જ્યારે બીજી તરફ અજમેર શરીફે આ બિલને સમર્થન જાહેર કર્યું છે. એટલુ જ નહીં તેને સુધારા માટે અત્યંત મહત્વપૂર્ણ પગલુ પણ ગણાવ્યું છે. અખિલ ભારતીય સૂફી સજ્જાદાનશીન પરિષદના અધ્યક્ષ અને અજમેર શરીફ દરગાહના વડા નસરુદ્દીન ચિશ્તી નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું છે કે વકફ બોર્ડ મુસ્લિમ સમાજના સુધારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ તેના વહીવટમાં બહુ જ ખામીઓ છે અને કોઇ પારદર્શિતા નથી રહી.