રેટિંગ એજન્સી ફીચના જણાવ્યા મુજબ પ્રોપર્ટીના વેચાણમાં 20 થી 30 ટકાનો ઘટાડો થઈ શકે છે. ડિમોનેટાઈઝેશનની અસર અને ગ્રાહકોને સાવધ અભિગમને કારણે 2017માં પ્રોપર્ટી બજારમાં આ ઘટાડો થવાની ધારણા છે. એજન્સીના મત પ્રમાણે માર્કેટમાં વણવેચાયેલા મકાનોની સંખ્યા વધારે છે, વળી માંગ પણ નબળી છે. તેથી બિલ્ડર્સ ભાવમાં ઘટાડો કરી શકે છે.