કેન્દ્ર સરકારે સ્થાવર સંપત્તિને આધાર સાથે લિન્ક કરવા આયોજન હાથ ધર્યુ. કેન્દ્ર સરકારે આ માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રને 1950થી અત્યારસુધીની જમીન(ખેતી-બિનખેતી) અને મકાનના ખરીદ-વેચાણના દસ્તાવેજોનું ડિજિટલાઈઝેશન કરવાની સૂચના આપી છે. આ પ્રક્રિયા 14 ઓગસ્ટ, 2017 સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. પરિપત્ર મુજબ જે આધાર સાથે લિન્ક નહીં હોય તેના પર બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે.