બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતાદળ (RJD) તેમજ ડાબેરી પક્ષોનાં મહાગઠબંધન દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી ઢંઢેરાને પ્રણ હમારા, સંકલ્પ બદલાવ કા નામ આપવામાં આવ્યું હતું જેમાં બિહારનાં લોકો સમક્ષ ૨૫ સૂત્રીય કાર્યક્રમ રજૂ કરાયો હતો. ઢંઢેરો જાહેર કરતી વખતે તેજસ્વી યાદવ, કોંગ્રેસનાં બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલ, રણદીપ સૂરજેવાલા તેમજ અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
શું છે મહાગઠબંધનનાં ઢંઢેરાનાં વચનો?
કૃષિ વિરોધી ત્રણ કાળા કાયદા રદ કરાશે
ખેડૂતોનું દેવું માફ કરાશે.
વીજળીનાં દરમાં ઘટાડો કરાશે.
૧૦ લાખને સરકારી નોકરી
પરીક્ષા ફીમાં માફી અપાશે
શિક્ષકોને સમાન કામ માટે સમાન વેતન અપાશે
૨૦૦૫થી લાગુ નવી પેન્શન યોજના બંધ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરાશે.
મનરેગાની જેમ પોતાની રોજગાર યોજના રજૂ કરશે
દર મહિને દરેક વ્યક્તિને રૂ. ૪,૦૦૦ની રોકડ સહાય અપાશે
મહિલાઓ માટે આજીવિકા કેડરને કાયમી સ્વરૂપ અપાશે
રાજ્યમાં તમામ સ્તરેથી ભ્રષ્ટાચારને હટાવવામાં આવશે.
સ્માર્ટ ગ્રામ યોજના હેઠળ દરેક પંચાયતમાં ડોક્ટર અને નર્સ સાથેનું ક્લિનિક ખોલાશે.
ખેતીની જમીન પરનું મહેસૂલ રદ કરાશે.