-
જાણીતી સંસ્થા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠ માર્ચના રોજ ગાંધીનગર સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે 'વિમેન્સ એચિવર્સ એવોર્ડસ' નું "ઉષા પર્વ" સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮ બેનોને તેમના જીવનમાં પોતાના સમાજકાર્ય પરત્વે આપેલ નિષ્ઠાપૂર્વકની સેવાને ધ્યાનમાં રાખી એવોર્ડ એનાયત કરીને તેમને માનભેર સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ૧૮ સન્નારીઓને તેઓશ્રીઓએ તેમના જે તે ક્ષેત્રમાં આપેલાના યોગદાનને બિરદાવવામાં આવ્યા હતા. જેમાં જાણીતા નૃત્યાંગના સોનલ મજમુદારને નૃત્ય કલા ક્ષેત્રે આપેલા વિશેષ યોગદાનને આ ટ્રસ્ટના અગ્રણી મયુરભાઈ જોશીના ઘ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં જાણીતા સમાજ સેવિકા અને માનવ સાધના સંસ્થાના અગ્રણી તથા મધ્યપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલે હાજરી આપી બેનોને પ્રોત્સાહક સંબોધન કર્યું હતું.