દિલ્હીમાં કોરોનાના પ્રસાર પર લગામ કસવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન વધુ એક સપ્તાહ માટે લંબાવી દેવાયું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 17 મેના રોજ પૂર્ણ થનારૂં લોકડાઉન વધુ એક સપ્તાહ માટે લંબાવવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારને વેક્સિનની તંગી મામલે ચિઠ્ઠી પણ લખી છે.
મુખ્યંત્રીના કહેવા પ્રમાણે દિલ્હીમાં લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. 26 એપ્રિલ બાદ નવા કેસમાં ધીરે-ધીરે ઘટાડો નોંધાવા લાગ્યો છે અને છેલ્લા 2-3 દિવસથી સંક્રમણનો દર પણ ઘટી રહેલો જણાય છે. તેમણે લોકડાઉનનો ઉપયોગ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનો મજબૂત કરવા કરાયો હોવાની માહિતી આપી હતી.