કોરોના સંક્રમણના ફેલાવા માટે મદ્રાસ હાઇકોર્ટ દ્વારા ચૂંટણી પંચને જવાબદાર ઠેરવવામાં આવ્યા પછી ચૂંટણી પંચે કેટલાક વધુ કડક નિયમો બનાવ્યા છે. ચૂંટણી પંચે મતદાન ગણતરી પછી તમામ વિજય સરઘસો અને રેલીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઉલ્લેખનીય છે કે આસામ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ અને પુડુચેરીમાં બીજી મેના રોજ મતગણતરી થશે. તમિલનાડુ, કેરળ, આસામ, પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી સમાપ્ત થઇ ગઇ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં આઠમા અને અંતિમ તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલના રોજ થવાનું છે.