ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે ગાંધીનગરમાં ગુજરાત ઠાકોર અને કોળી સમાજ વિકાસ નિગમના ઉપક્રમે 939 લાભાર્થીને 6 કરોડ રૂપિયાના વિવિધ લોન સહાયનું વિતરણ કર્યું હતું. ગાંધીગર ટાઉનહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે વંચિત-પછાત-શોષિત-પીડિત સહિત દરેક વર્ગના સર્વાંગી વિકાસ માટે બજેટમાં 3641 કરોડ ફાળવ્યા છે. રાજ્યના દરેક વર્ગ-સમાજને સમરસતાથી જોડવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.