કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નિતીના અમલ માટે તમામ રાજ્યોને એક ગાઇડ લાઇન મોકલી છે જેના પાલન માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરાઇ છે. જેનો રિપોર્ટ 31 માર્ચ સુધીમા સોંપે તેવી સંભાવના છે અને આ રિપોર્ટના અભ્યાસ બાદ નવી શિક્ષણ નિતીના અમલ માટે નિર્ણય કરાનાર છે.
વહેલા કે મોડા નવી શિક્ષણ નિતીનો અમલ ગુજરાતમાં નક્કી છે ત્યારે સૌ પ્રથમ તો શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન રાજ્ય સરકારે ઉકેલવો જરુરી છે. જેને લઇને રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં આગામી દિવસોમાં 11 હજારની ભરતી કરવામાં આવનાર છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં 3900 શિક્ષકોની પણ ભરતી કરાશે. આ ઉપરાંત કોલેજોમાં પ્રાધ્યાપક, ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય અને કોલેજોમાં જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાનસભા ગૃહમાં આ અંગે આજે જાહેરાત કરી હતી.