ગેરકાયદે રીતે 'હલાલ સર્ટિફિકેટ' આપનારા કાળા કારોબાર પર ઉત્તરપ્રદેશમાં પ્રતિબંધ લગાવી દેવાયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ મામલે સંજ્ઞાન લીધા બાદ શનિવારે પ્રતિબંધ અંગે આદેશ પણ જાહેર કરી દેવાયો છે.
આદેશ અનુસાર, હલાલ પ્રમાણપત્ર સાથે ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં જો હલાલ પ્રમાણિત દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને ખરીદ-વેચાણ થતું જોવા મળશે, તો સંબંધિત વ્યક્તિ/ફર્મ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. જો કે, નિકાસ માટે ઉત્પાદિત ઉત્પાદનો પ્રતિબંધને પાત્ર રહેશે નહીં.