પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની છેલ્લાં પાંચ વર્ષની ઉજવણીના ભાગરૃપે છેલ્લી ભવ્ય ઉજવણી ઓગણજ ખાતે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કરવામાં આવી હતી. રવિવારે સમાપન સમારોહમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
સતત એક વર્ષની રાત દિવસની મહેનત બાદ તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક મહિના સુધી એક કરોડથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. દોઢ લાખ લોકોએ વ્યસન મુક્તિ નો સંકલ્પ લીધો હતો અને લાખો સીસી બ્લડ ડોનેશન આવ્યું હતું. 3 લાખથી વધુ બાળકોએ નિયમ ગ્રહણ કર્યા હતા. ગુજરાતમાં કોઈ ધાર્મિક ઉત્સવમાં એક કરોડ 21 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હોય એવો આ સૌથી મોટો ઉત્સવ છે.