સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું હતું. 4 દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર 40 મિનિટ ચાલી. ગૃહમાં દરરોજ સરેરાશ 10 મિનિટ સુધી કામ ચાલતું હતું. વિપક્ષે અદાણી અને સંભલનો મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. વિપક્ષના સાંસદોએ કાર્યવાહી દરમિયાન હંગામો ચાલુ રાખ્યો હતો. સ્પીકરે તેમને બેસાડવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા, પરંતુ વિપક્ષ શાંત ન થયા.