ભરુચમાં નર્મદા નદી પર નવા બનેલા બ્રિજનું લોકાર્પણ લટકી પડ્યું છે, કારણ કે ભાજપના નેતાઓ તેનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરાવવા માગે છે. પણ આ અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઈ જવાબ મળતો નથી. ઉલ્લેખનીય છે કે આ લોકાર્પણના કારણે દરરોજ 40 હજારથી વધુ લોકો હાલાકી ભોગવે છે. નર્મદા નદી પર બનેલો કેબલ સ્ટેઈડ બ્રિજ દેશનો એકમાત્ર આવો બ્રિજ છે.