ગુજરાતના સૌરાષ્ટ્રના બહુચર્ચિત કરોડોના મગફળીકાંડની તપાસ માટે ગાંધીનગરથી એક ટીમ રાજકોટના શાપર ખાતે પહોંચી છે. ગાંધીનગર પોલીસ, સ્થાનિક પોલીસ અને રાજકોટ સીઆઈડીની ટીમો શાપરના એ ગોડાઉન ખાતે પહોંચીને તપાસ કરી છે કે જ્યાંથી આ સમગ્ર બાબત સામે આવી હતી. મગફળીકાંડ મુદ્દે ભાજપ સરકાર પર વિપક્ષ કોંગ્રેસે અનેક આક્ષેપ કર્યા છે. ભાજપના મોટા માથાઓ સામે પણ આક્ષેપ છે.