બહુચર્ચિત સીબીએસઈ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જીન ગૂગલ સુધી પહોંચી છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચ દ્વારા પેપર લીક મામલે આ ઈમેલને લઈને ગૂગલ પાસે જવાબ માંગ્યો છે. આ મેલ જીમેલ આઈડીથી મોકલવામાં આવ્યો હતો અને તેમાં હાથથી લખેલા પ્રશ્નપત્રોના ફોટો પણ જોડવામાં આવ્યાં હતાં.