ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અમદાવાદના વાસુપૂજ્ય જ્વેલર્સના માણેકચોક અને સેટેલાઈટના શો-રુમમાંથી 1.13 કરોડની બેનામી સંપત્તિ શોધી કાઢી. વિભાગે કુલ 33 લાખ રુપિયા જપ્ત કર્યા, તેમાંથી 20 લાખ રુપિયાની નવી નોટ હતી. ઈન્કમટેક્સના અધિકારીઓના જણાવ્યા મુજબ તેમને મળેલી બાતમીના આધારે આ રેડ પાડી હતી.આ સર્ચ દરમિયાન 2 કિલો સોનું પણ જપ્ત કરાયું હતું