ભારતના ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે મોબાઈલ ઉત્પાદકોને નિર્દેશ આપ્યા છે કે તે જૂના અને નવા મોબાઈલમાં જાન્યુઆરી ,2017 સુધીમાં પેનિક બટન લગાવી દે. (જે ઈમરજન્સીમાં ઉપયોગી બનશે).વિભાગે 2018 સુધીમાં ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ(જીપીએસ) લગાવવા માટે પણ સુચના આપી છે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે પેનિક બટનની સુવિધા 5 અથવા 9 નંબર પર રાખવામાં આવે. ફોન વપરાશકર્તા પેનિક બટન દબાવશે તે 112 નંબર પર ડાયવર્ટ થશે. હાલમાં ઈમરજન્સી માટે 100 નંબર છે તે બદલાઈને હવે તે 112 નંબર થવાનો છે. આ સુવિધા મહિલા સુરક્ષા માટે મહત્વની બની રહેશે.