બાંગ્લાદેશની રાજશાહી મ્યુનિસિપલ કોર્પોરેશન એક સમયે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં સ્થાન પામતું હતું. આજે આ કલંકને શહેરે દુર કર્યું છે. દોઢ દાયકામાં રાજશાહી પ્રદૂષિત નગરમાંથી શુધ્ધ નગર બન્યું છે. 15 વર્ષ પહેલાં રાજશાહીની જનતાએ વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરી. શાળા, કોલેજ અને કંપનીઓએ યથાશક્તિ ફાળો આપ્યો. કોર્પોરેશને ડિઝલ કે પેટ્રોલથી ચાલતી રિકશાઓને બદલે બેટરીથી ચાલતી રિકશાઓને પ્રોત્સાહન આપ્યું. શહેરમાં મોટા ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ લદાયો,પરિણામે શહેરના પ્રદૂષણમાં જોરદાર ઘટાડો થયો. આ શહેરના પ્રદૂષણના આંકડાઓ જોતા ખ્યાલ આવે છે કે હવા કેટલી ચોખ્ખી થઈ છે. આ શહેરમાં 2014માં PM (Particulate Matter) 195 માઈક્રોગ્રામ પર ક્યુબિક મીટર હતું, તે ઘટીને 2016માં 63.9 એ પહોંચ્યું છે.
(PM- હવાનું પ્રદૂષણ માપવા માટેનો માપદંડ )