ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટનો ચોથો દિવસ ભારત માટે ઐતિહાસિક બની રહ્યો હતો. કારકિર્દીની માત્ર ત્રીજી ટેસ્ટમાં રમી રહેલા ૨૫ વર્ષીય કરુણ નાયરે અણનમ ૩૦૩ રન ફટકારી ઈતિહાસ સર્જયો.કરુણે આ ઇનિંગ્સ સાથે જ શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોરમાં સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજોને પાછળ રાખ્યા છે.