કાળા નાણા અંગેની વિગતો માટે સરકારે ખાસ ઈ-મેઈલ એડ્રેસ - blackmoneyinfo@incometax.gov.in આપ્યું છે. આ ઈમેઈલ એડ્રેસ પર સરકારને72 કલાકમાં 4 હજાર ઈમેઈલ મળ્યા છે. નાણા વિભાગ આ ઈમેઈલને મળી રહેલા પ્રતિભાવથી ખુશ છે. નાણા મંત્રાલયના અધિકારીઓના મતે કાળા નાણા સંદર્ભે મળી રહેલી વિગતો સરકારની ઝુંબેશની સફળતા દર્શાવે છે.