રેલવેએ ફ્લેક્સી ભાડા સિસ્ટમમાં પરિવર્તન કર્યું છે. હવે રાજધાની, શતાબ્દી અને દુરાંતોમાં ચાર્ટ બન્યા પછી ખાલી સીટોમાં ભાડાની રકમ પર 10 ટકા છુટ મળશે. એટલે કે કરંટ બુકીંગમાં ટિકિટ સસ્તી કરાશે. આ નિર્ણય 20 ડિસેમ્બરથી લાગુ થશે અને આગામી છ મહિના સુધી અમલી રહેશે. રેલવેને ફ્લેકસી ભાડા સિસ્ટમમાં પેસેન્જર મળતા ન હતા, તેથી આ સિસ્ટમમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.
શું છે ફલેક્સી ભાડા સિસ્ટમ ?
ફ્લેક્સી ભાડા સિસ્ટમનો મતલબ છે, પહેલી 10 ટકા સીટને સામાન્ય ભાડા પર વેચવી, તેના પછીની 10 ટકા સીટ સામાન્યથી 10 ટકા ભાડાએ વેચવી. તેનાથી આગળની 10 ટકા સીટ સામાન્યથી 20 ટકા ભાડાએ વેચવી અને તે પછીના 10 ટકા સીટ સામાન્યથી 30 ટકાએ વેચવી. આમ, 50 ટકા ભાડા સુધી વેચવાની જોગવાઈ છે. પણ રેલવેને ત્રણ મહિનામાં 130 કરોડ મળ્યા. સીટના ભાડા એટલા વધ્યા કે તે વેચાતી ન હતી. તેથી રેલવેએ આ સિસ્ટમ બદલ્યો છે.