એપલ કંપની તેની પ્રોડક્ટનું ભારતમાં ઉત્પાદન કરવા વિચારી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ અમેરિકન કંપની એપલ વિશ્વના બીજા સૌથી મોટા મોબાઈલ ફોન માર્કેટમાં પ્રવેશવા ધારે છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે મેઈક ઈન ઈન્ડિયા હેઠળ ઉત્પાદનક્ષેત્રે પ્રોત્સાહનો જાહેર કર્યા છે. જૂન મહિનામાં સરકારે ભારતમાં ઉત્પાદિત થતાં મોબાઈલના પાર્ટ્સ પર 30 ટકા રાહત જાહેર કરી હતી. એપલે સરકારને પત્ર લખી તેની ઉત્પાદનની યોજના અને સરકારી પ્રોત્સાહનો વિશે વિગતો માગી છે.