ગુજરાતના પોલીસકર્મીઓને રજા રોકડ રુપાંતર સાતમા પગાર પંચ મુજબ ચુકવવા જોઈએ. સામાન્યપણે પોલીસ કર્મચારીઓને જાહેર રજા, રવિવાર તેમજ અન્ય બજાવેલ ફરજ પરની રજાનું રોકડમાં રુપાંતર કરી ચુકવવામાં આવે છે. ગુજરાત સરકારે સાતમા પગારપંચનો સ્વીકાર કર્યો છે. પરંતુ પગાર સિવાયના ભથ્થાઓ છઠ્ઠા પગારપંચ મુજબ ચુકવવામાં આવે છે. તો આ ભથ્થાઓ સાતમા પગારપંચ મુજબ ચુકવવામાં આવે તેવી માગણી પોલીસકર્મીઓની છે.