સરકાર ઈચ્છે છે કે લઘુઉદ્યોગો ખરીદ-વેચાણ બેંકના માધ્યમથી કરે.આમ થવાથી ઉદ્યોગો ટેક્સની જાળમાં આવી જશે. દા.ત. હાલમાં ઉદ્યોગો દ્વારા મજૂરોને રોકડમાં વેતન ચુકવવામાં આવે છે. પ્રોવિડંડ ફંડ કાપવામાં આવતું નથી. શ્રમિકોને બેંક દ્વારા વેતન ચુકવવાથી તે ઉદ્યોગ કાગળ પર આવી જશે.લેબર ઈન્સ્પેક્ટર તેમની પાસેથી પ્રોવિડંડ ફંડ વસુલશે. આમ, નોટબંધીને કારણે લઘુ ઉદ્યોગોએ ટેક્સ આપવો પડશે. એમનો માલ મોંઘો થશે. તેથી મોટા ઉદ્યોગો સામે ટકી નહીં શકે.
લઘુ ઉદ્યોગ માટે પડ્યા પર પાટુ
બેંકો લઘુ ઉદ્યોગોને લોન આપે છે, તેમાં જાન્યુઆરી, 2016માં 2.4 ટકાનો વધારો થયો. જુન 2016માં તેમાં 3.6 ટકાનો ઘટાડો થયો. સ્પષ્ટ છે કે લઘુ ઉદ્યોગ દબાણમાં છે. સરકારની દ્રષ્ટી છે મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની છે. જે ટેક્સ ભરે છે. લઘુ ઉદ્યોગથી સરકારને કોઈ લાભ નથી. મોટા ઉદ્યોગના અનેક લાભ છે, જેમ કે સરકારને ટેક્સ મળશે. સરકારી કર્મચારીઓના વેતન વધશે. સરકારી કોન્ટ્રાક્ટની સંખ્યા વધશે. આથી સરકારે નોટબંધીની યુકિત વિચારી કે લઘુ ઉદ્યોગોને બેંકના માધ્યમથી ટેક્સ ચુકવવા મજબૂરકરો.