અમદાવાદની સંત કબીર ડ્રાઈવ ઈન સ્કૂલના ધોરણ 8ના વિદ્યાર્થીઓએ વસ્ત્રાપુરમાં રોડ પરના ખાડા, ટ્રાફિક, સ્વચ્છતા અને સ્ટ્રીટ લાઈટ જેવી સમસ્યાઓ ઉકેલી છે. વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી આ કામગીરી કરી. ‘બાલ જનાગ્રહ નેશનલ સિવિક ફેસ્ટ-2016’ નામની કોમ્પિટિશનના ભાગરુપે વિદ્યાર્થીઓ દ્વારા આ કામગીરી કરાઈ. આ કામ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ જરુરી સહકાર પણ આપ્યો. હવે આ કામનું પ્રેઝન્ટેશન તેઓ બેંગલોરમાં કરશે.