ગુજરાતી સાહિત્ય પરિષદનું 29મું જ્ઞાનસત્ર બનાસકાંઠાના મગરવાડામાં શરુ થશે. આ સત્ર 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર ચાલશે. ઉદઘાટન બેઠકમાં રઘુવીર ચૌધરી અને હર્ષ બ્રહ્મભટ્ટ પ્રાસંગિક ઉદબોધન કરશે. 24 ડિસેમ્બરની સવારની બેઠકમાં મધ્યકાલીન, અર્વાચીન અને સાંપ્રત પ્રશિષ્ટ સાહિત્ય પર ચર્ચા થશે. બપોરની બેઠક માનવવિદ્યા અને સાહિત્ય પર રહેશે. સાંજની બેઠકમાં ઉત્તર ગુજરાતના પરિવેશમાં કૃતિઓનું વાચિકમ થશે.