પ્રિયંકા ગાંધી હવે વાયનાડ બેઠક પરથી લોકસભાની પેટાચૂંટણી લડશે. કોંગ્રેસ દ્વારા આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે હવે પ્રિયંકા ગાંધીની ચૂંટણી કારકિર્દી શરૂ થઈ ગઈ છે. જોકે પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં ઘણા સમય પહેલા પ્રવેશ કર્યો હતો, પરંતુ તેઓ માત્ર પાર્ટી સાથે જોડાયેલા હતા અને કોઈપણ ગૃહના સભ્ય ન હતા.