હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભુસ્ખલનની ઘટનાઓના કારણે ભારે નુકસાન થયું હતું. ગત દિવસોમાં કોંગ્રસ નેતા પ્રિયંકા ગાંધીએ હિમાચલમાં પીડિતોની મુલાકાત કરી હતી, ત્યારબાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, હિમાચલ દેવભુમિ હોવા ઉપરાંત પ્રામાણિક, સરળ અને મહેનતુ લોકોનો પ્રદેશ છે. હિમાચલની મહિલાઓ, ખેડૂતો, કર્મચારીઓ, વેપારીઓ અને યુવા ખુબ જ મહેનતુ અને સ્વાભિમાની છે, ત્યારે આજે તે લોકો મોટા સંકટો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં આવેલ પુર અને ભુસ્ખલનના કારણે ભારે વિનાશ સર્જાયો છે. ગત દિવસોમાં હું શિમલા, કુલ્લુ, મનાલી અને મંડીમાં પીડિતોને મળી હતી.