એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હરિયાણામાં વર્ષ ૨૦૦૫-૦૬માં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાના એક રિયલ એસ્ટેટ સંબંધી સોદાના મની લોન્ડરિંગ કેસમાં હવે પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ સામેલ કર્યું છે. મની લોન્ડરિંગના કેસમાં પહેલી વખત પ્રિયંકા ગાંધી વાડ્રાના નામનો ઉલ્લેખ કરાયો છે. બીજીબાજુ આ ઘટનાના સંદર્ભમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે ચૂંટણીઓ નજીક આવતા ભાજપ ઈડી, સીબીઆઈ, ઈન્કમ ટેક્સ વિભાગને હાથો બનાવીને વિપક્ષના નેતાઓ પર આ પ્રકારના આરોપો ઘડે છે તેમાં કોઈ નવાઈ નથી.