ઉત્તરપ્રદેશના મૉસ્ટ વૉન્ટેડ ગેન્સસ્ટર અને કાનપુરમાં આઠ પોલીસવાળાના હત્યારા વિકાસ દુબેને પોલીસે ઉજ્જૈનથી ગુરુવારે ઝડપી પાડ્યો છે. હત્યારા વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી પોલીસે ધરપકડ કરી લીધી છે. તેની સાથે બે સાથીઓને પણ અરેસ્ટ કરી લેવાયા છે. પરંતુ વિકાસ દુબેની ધરપકડ પર વિપક્ષ યોગી સરકાર પર નિશાન સાધી રહ્યુ છે. સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ બાદ હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું કે ત્રણ મહિના જુના પત્ર પર ‘નૉ એક્શન’ અને કુખ્યાત ગુનાગારની યાદીમાં ‘વિકાસ’નુ નામ ના હોવુ એ બતાવે છે કે આ કેસના છેડા દુર દુર સુધીના છે. યુપી સરકારે કેસની CBI તપાસ કરાવીને તમામ તથ્યો અને પ્રૉટેક્શનના સંબંધોને જગજાહેર કરવા જોઇએ.
તેને આગળ કહ્યું કે કાનપુરના જઘન્ય હત્યાકાંડમાં યુપી સરકારે જે રીતે કામ કરવુ જોઇતુ હતુ, તે પુરેપુરી ફેલ થઇ છે. એલર્ટ હોવા છતાં આરોપી ઉજ્જૈન સુધી પહોંચી ગયો. આ માત્ર સુરક્ષાના દાવાઓની જ પોલ નથી ખોલતી પણ મિલીભગત તરફ પણ ઇશારો કરે છે.