Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને તેમની સરકારની આકરી ટીકા કરી હતી. પ્રિયંકાએ કહ્યું, યોગીજી તમે સરકારે કરેલા કામની સ્પીડની વાત ન કરો, રાજ્યમાં ક્રાઇમની સ્પીડ જુઓ અને કાયદો તથા વ્યવસ્થા ફરી સ્થપાય એની તકેદારી રાખો.

પ્રિયંકાએ ટ્વીટર પર ઉત્તર પ્રદેશમાં પ્રવર્તી રહેલી ક્રાઇમની સ્થિતિનો યોગ્ય રીતે જ ઉલ્લેખ કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 48 કલાકમાં ખૂનની બાર ઘટના બની હતી. પ્રિયંકાએ ટ્વીટર પર લખ્યું કે યોગી સરકાર વારંવાર અપરાધોની ઘટના પર પરદો ઢાંકી દે છે. પરંતુ અપરાધો ચીસો પાડતાં ઉત્તર પ્રદેશની સડકો પર તાંડવ રચી રહ્યા હતા. યોગી સરકારને અપરાધો ઘટાડવાની ફુરસદ નથી. પોતાની સરકારે કરેલાં કાર્યોની વાત કરે છે પરંતુ કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે એ વિશે એક અક્ષર ઉચ્ચારતા નથી. યોગી સરકારનાં કામની સ્પીડ કરતાં અપરાધોની સ્પીડ ડબલ છે.

પ્રિયંકાએ પોતાની ટ્વીટમાં રવિવાર અને સોમવારે ઉત્તર પ્રદેશમાં થયેલા વિવિધ અપરાધોની વિગતો એક ચાર્ટ દ્વારા આપી હતી જેમાં ફક્ત બે દિવસમાં થયેલી બાર હત્યાની વિગતોનો પણ સમાવેશ થયો હતો. પ્રિયંકાની આ ટ્વીટને સોશ્યલ મિડિયા પર જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. 21 હજાર લોકોએ ટૂંકા સમયગાળામાં પ્રિયંકાની ટ્વીટને બિરદાવી હતી. રવિવારે ગોરખપુરમાં એક માતા પુત્રની હત્યા થઇ હતી. જૌનપુરમાં ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી. પ્રયાગરાજમાં ડબલ મર્ડર થયાં હતાં, ઉન્નાવમાં એક મહિલાની લાશ મળી હતી, બરેલીમાં એક બાળકની હત્યા થઇ હતી, ચિત્રકૂટમાં એક મજૂરની  હત્યા થઇ ઙતી અને મુઝફ્ફરપુરમાં પણ એક ખૂન થયું હતું. વારાણસીમાં ગેંગરેપની ઘટના બની હતી. આ બધી વિગતો ચાર્ટમાં પ્રિયંકાએ રજૂ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ