હવે બોલીવૂડ તથા હોલીવૂડની એકટ્રેસ બની ચુકેલી પ્રિયંકા ચોપરાને ૨૦૦૦ની સાલમાં 'મિસ વર્લ્ડ' બ્યૂટી સ્પર્ધામાં જીતાડવા માટે ફિક્સિંગ થયું હતું તેવો સનસનાટીભર્યો આક્ષેપ ભૂતપૂર્વ મિસ બાર્બાડોસ લૈલીના મેકકોનીએ કર્યો છે.
હવે યુ ટયૂબર બની ચુકેલી લૈલીનાએક વીડિયોમાં મુકેલા આરોપ મુજબ પ્રિયંકા માટે ઈવેન્ટને સ્પોન્સર કરનારી કંપની તરફથી દબાણ કરવામાં આવ્યું હતું.