બોલિવૂડ એકટ્રેસ પ્રિયંકા ચોપરાએ આખરે નિક સાથેની પોતાની રિલેશનશિપને મહોર મારી છે. આજે શનિવારે ખાસ વ્યક્તિઓની હાજરીમાં પ્રિયંકા અને નિકની સગાઈની વિધિ રોક્કા કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે ખૂબ અંગત મહેમાનોને આમંત્રણ અપાયું હતું. જોકે સોશ્યલ મીડિયામાં પ્રિયંકા અને નિકની રોક્કા વિધિની તસવીરો વાયરલ થઈ ગઈ હતી.