બોલીવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા વિશ્વની બીજી ખૂબસૂરત મહિલા તરીકે પસંદ થઇ છે. એક વેબસાઇટે કરેલા મતદાનમાં પ્રિયંકાએ હોલીવૂડની ઘણી ટોચની અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે જેમાં એન્જેલીના જોલીનું નામ પણ છે. ભારતીયોઅત્યાર સુધી ઐશ્વર્યા રાયને જ ખૂબસૂરત માનતા હતા. પરંતુ આ સ્થાન પણ એશ પાસેથી પ્રિયંકા છીનવી લેવામાં સફળ થઇ છે.