ન્યૂ યોર્ક સિટીમાં દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે યોજાનારા મેટ્રોપોલિટિયન મ્યુઝિયમ ઓફ આર્ટના મેટ ગાલા ૨૦૧૭માં અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમની કેટલીક તસવીરો સોશિયલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રિયંકા ચોપરાનો ડ્રેસ હતો. પ્રિયંકા પોતાના અલગ અંદાજને કારણે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનતી હોય છે. પ્રિયંકાની આ ડ્રેસની દરેક ભારતીય ફેને મજાક અને ટિખ્ખળ ઉડાડી હતી. કેટલાકે તો જણાવ્યું હતું કે ફિલ્મ ગજનીના ગુઝારિશ ગીતનું ફિલ્માંકન આ ડ્રેસ પર જ થયું હોવું જોઇએ. કેટલાકે તો આ ડ્રેસને મુંબઇ મહાનગરપાલિકાના સફાઇ અભિયાનમાં આપી દેવાની વાત જણાવી હતી.