રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, શિક્ષણપ્રધાને નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી છે. પ્રાથમિક શાળાઓમાં પણ તેની મંજૂરી સાથે જ 10થી 17 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે. તા. 5થી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને બાદમાં 19મીથી બીજુ શૈક્ષણિક સત્ર ચાલુ થશે. સૂત્રો અનુસાર રાજ્યની ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા નવરાત્રિ વેકેશન મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.