મહામારીમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને બાનમાં લેવામાં આવી રહ્યા છે. મહામારીમાં શાળા સંચાલકો ઓનલાઈન ભણતરના નામે વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી હતી પરંતુ શાળાઓને ફી ન લેવાના ગુજરાત હાઇકોર્ટે આદેશ આપતા સંચાલકોએ હવે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, મહામારીમાં પણ આ શાળાના સંચાલકો વેપારી જેવો વ્યવહાર કરી રહ્યા છે અનેક મજબૂર લોકો પાસે ભારે ભારે ફી ઉઘરાવી રહ્યા છે ત્યારે હવે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા ખાનગી શાળાના મહામંડળે નિર્ણય કર્યો છે.
જણાવી દઇએ કે, ફી નહીં લેવાના હાઈકોર્ટ-સરકારના આદેશ પછી ખાનગી શાળાઓ બેફામ બની છે. ત્યારે હવે ગુજરાતમાં ખાનગી શાળાઓ પર શિક્ષણ વિભાગનો કાબૂ નથી કે શું તેવા અનેક પ્રકારના સવાલ ઉભા થયા છે. સરકાર-હાઈકોર્ટના આદેશ પછી ખાનગીશાળાઓ સરકારને દબાવી રહી છે.
કેટલીક શાળાઓએ શિક્ષણ નહીં બંધ કરવાની કરી વાત
આપને જણાવી દઇએ કે, ખાનગી શાળાઓના આ નિર્ણયમાં ગુજરાતની 4000 જેટલી સ્કૂલના સંચાલકોના બનેલા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, તેમના મંડળે હજી સુધી આવો કોઈ નિર્ણય લીધેલ નથી.
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારું મંડળ શિક્ષણનો કોઈ પણ સંજોગોમાં ભોગ ન લેવાય તેવી ફિલોસોફીમાં માને છે. તેમના મંડળ દ્વારા સરકારના ઠરાવ મુદ્દે વિચાર કરવાનો નિર્ણય લેવાયો છે પરંતુ કોઇપણ સંજોગોમાં શિક્ષણકાર્ય બંધ કરશે નહીં.
અમદાવાદ અને રાજકોટમાં ઓનલાઈન શિક્ષણ બંધ
શાળાઓ ચલાવતા સંચાલકો માફિયાઓની જેમ કામ કરી રહ્યા છે. સરકારે કોઈ પરિપત્ર આપ્યો નથી અને ઓનલાઈન શિક્ષણને સરકાર શિક્ષણ ન ગણતી હોય તો એવા શિક્ષણનો મતલબ શું છે? આમ હવે અમદાવાદ અને રાજકોટમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.