દિલ્હીમાં તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાયું કે મોટાભાગની ખાનગી શાળાઓના બાળકોમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીપણાની સમસ્યા વધારે છે. પ્રાઈવેટ શાળાઓની કેન્ટીનમાં મળનારા ખાદ્ય પદાર્થોને કારણે વિદ્યાર્થીઓમાં ચરબીનું પ્રણામ વધ્યું છે અને મોટાપાનો ભોગ બની રહ્યાં છે. આવી શાળાઓની કેન્ટીનમાં બિમાર કરનારા ખાદ્ય પદાર્થનું વેચાણ થાય છે. આ અભ્યાસ ગંગારામ હોસ્પિટલની ડૉક્ટર લતિકા ભલ્લા અને તેમની ટીમ દ્વારા થયું હતું.