ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિર કે જે વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વિશ્વપ્રસિદ્ધ છે ત્યાં કાર્યક્રમોનું આયોજન કરનારી અનેક ખાનગી કંપનીઓએ હજુ સુધી પોતાનું પેમેન્ટ કર્યું જ નથી. મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમોનું આયોજન કરનાર 46 પ્રાઈવેટ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર દ્વારા 4.5 કરોડ જેટલી રકમ હજુ સુધી ચુકવવામાં આવી નથી. આ પેમેન્ટ છેલ્લાં ચાર વર્ષથી બાકી છે. મહાત્મામંદિરે કોન્ફરન્સ અને સેમિનાર હોલ આવેલા છે.