નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ખાનગી ક્ષેત્રના બૅન્કના વડા વચ્ચે બેઠક સમાપ્ત થઈ છે. અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ખાનગી ક્ષેત્રના આ વડાઓ સાથેની બેઠકમાં નાણામંત્રી તરફથી પોષણક્ષમ આવાસ યોજના વિશે ખાસ માંગ કરવામાં આવી હતી. ઉદ્યોગોએ નાણામંત્રીને રજૂઆત કરી કે પોષણક્ષમ આવાસ યોજના હેઠળ મકાન ખરીદની મર્યાદાને 45 લાખથી વધારીને 50 લાખ કરવાની માંગ કરી છે.
ગુરુવારે નાણામંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ખાનગી બૅન્કોએ પોસાય તેમ મકાન યોજના હેઠળ મકાનોની મહત્તમ કિંમત 45 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ કરી દેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2019 માં બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રીએ એમ પણ કહ્યું હતું કે પરવડે તેવા ઘર માટે 1.5 લાખ રૂપિયા સુધીની લોન પર આવકવેરા કાયદાની કલમ 80EEA હેઠળ ટૅક્સમાંથી છૂટ મળશે. ત્યારે નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આ છૂટ પહેલેથી ઉપલબ્ધ 2 લાખ રૂપિયા સુધીની છૂટ ઉપરાંત હશે. આ પછી, હવે કોઈપણ ઘર ખરીદનાર નાણાકીય વર્ષ 2019-20માં 45 લાખ રૂપિયામાં મકાન ખરીદે છે, તો તે 5 લાખ રૂપિયાના ટેક્સ છૂટનો દાવો કરી શકે છે.